PLEASE SUBSCRIBE FOR LATEST BLOG-POST UPDATES

Enter your email address:

Delivered by FeedBurner

મિત્રો જો આપ બ્લોગની રોજેરોજ મુલાકત ના લઇં શકતાં હોય તો આપ આપનુ ઈ-મેઇલ એડ્રેસ ફીડ બર્નર દ્વારા સબસ્ક્રાઇબ કરી આ બ્લોગની લેટેસ્ટ અપઽડેટ ઈ-મેલ દ્વારા મેળવી શકો છો.
Follow us on Twitter

Tuesday, December 29, 2009

ખાતેદારના મૃત્યુ બાદ કાયદેસરના
વારસોની રેકર્ડમાં તુરત જ નોંધ કરવા
બાબત.

ગુજરાત સરકાર
મહેસુલ વિભાગ
પરિપત્ર ક્રમાંક ઃ હકમપ૧૦ર૦૦ર/૩૯૧૬જ
સચિવાલય, ગાંધીનગર
તા. ૩રર૦૦૩

પ રિ પ ત્ર ઃ

સરકારના તા. ૧પ૧૦૮૯ના સંકલિત ઠરાવ ક્રમાંક ઃ હકપ૧૦૮૭૧૧જના મુદ્રા નં.૯
અન્વયે હક્કપત્રકમાં વારસાઇ અંગેની નોંધો પાડવા માટે જરૂરી જોગવાઇ કરવામાં આવેલ છે તે
જોગવાઇ મુજબ જમીનના ખાતેદારે વારસાઇ મેળવેલા હક્ક કિસ્સા અંગેની જે તે ખાતેદારે
લેખિતમાં રીપોર્ટ કરવાનો હોય છે અને તે અન્વયે તલાટીએ હક્કપત્રકમાં જરૂરી નોંધ પાડવાની
રહે છે અને પાડવામાં આવેલ આ નોંધોનો નિકાલ મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ૧૮૭૯
અને તેના નિયમો મુજબ મહેસૂલી અધિકારીએ કરવાનો થાય છે.

ર. જમીન મહેસૂલ અધિનિયમની કલમ૧૩પ(સી)માં જોગવાઇ કરવામાં આવેલ છે કે, જે
કોઇ વ્યક્તિએ વારસા, અનુજીવિકત્વ, વહેંચણ, ખરીદી બક્ષિસ વિગેરેથી કોઇ હક્ક સંપાદન
કરે તો તે વ્યક્તિએ આવો હક્ક સંપાદન કર્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર તલાટીને
લેખિત રીપોર્ટ કરવાનો રહે છે અને લેન્ડ રેવન્યુ કોડની કલમ૧૩પ (એફ)માં જોગવાઇ કર્યા
મુજબ ઉપર ઠરાવેલી મુદતની અંદર વ્યક્તિ/ખાતેદાર રીપોર્ટ કરવામાં ગફલત કે ચૂક કરે તો
તેની પાસેથી કલેકટર પોતાના સ્વવિવેક અનુસાર રૂા. રપ/ સુધીની ફી લેવાની જોગવાઇ
કરવામાં આવેલ છે.

૩. ઉપરોકત જોગવાઇઓના સંદર્ભમાં વારસાઇથી હક્ક સંપાદન કરવા માંગનાર વ્યક્તિએ
આ અંગે લેખિત અરજી નિયમ સમયમર્યાદામાં કરવાની હોય છે. પરંતુ કાયદાની અજ્ઞાનતાના
કારણે અથવા અન્ય કારણોસર ખાતેદારો ઘણી વખત આ અંગે કોઇ અરજી કરતા હોતા નથી.
પરિણામે હક્કપત્રકમાં વારસાઇની નોંધ પડતી નથી અથવા પડે છે તો તેમાં વિલંબ થાય છે
સરકારને પણ આવી ઘણી રજૂઆતો મળતી રહે છે. આથી આવું ન બને તે માટે નીચે મુજબની
સૂચનાનો ચૂસ્તપણે અમલ કરવા જણાવવામાં આવે છે.

‘‘રેવન્યુ એકાઉન્ટસ મેન્યુઅલ (ગુજરાતી)ના ભાગ૩ના ફકરા૩ર(ર)માં જણાવ્યા
પ્રમાણે તલાટીએ દર મહિને મરણનું પત્રક (ગામનો નમૂનો નં.૧૪) તપાસવાની સૂચના આપેલ
છે. આથી તલાટી જયારે આ પત્રકની તપાસણી કરે ત્યારે મરણ પામનાર ઇસમ જો ખેડૂત
ખાતેદાર હોય અને તેના કાયદેસરના સીધી લીટીના વારસોએ વારસાઇ હક્કની નોંધ માટે લેખિત અરજી/રીપોર્ટ ન કરેલ હોય તો મરનારના વારસોને તરત જ તલાટીએ આવો લેખિત
રીપોર્ટ/અરજી તાત્કાલક કરવા જણાવવું અને આ અંગેની અરજી/રીપોર્ટ મળ્યા પછી વારસાઇની
નોંધ પાડવાની નિયમાનુસાર કાર્યવાહી તાકીદે હાથ ધરવી. ફેરણી અધિકારીઓ જયારે પણ
ગામની મુલાકાત લે ત્યારે તલટી દ્વારા આ સૂચનાનું પાલન થાય છે કે નહીં તેની પણ અચૂક
ખાત્રી કરવાની રહેશે.’’

૪. ઉપરોકત સૂચનાનું ચૂસ્તપણે અમલીકરણ થાય તે જોવા સર્વે સંબંધિત
અધિકારીશ્રીઓને આથી સૂચના આપવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે..



(સી. એસ. ઉપાધ્યાય)
નાયબ સચિવ
મહેસૂલ વિભાગ, ગુજરાત
સરકાર

પ્રતિ,
ઙ્ગ સર્વે કલેકટરશ્રીઓ
ઙ્ગ સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ
ઙ્ગ સર્વે નાયબ કલેકટરશ્રી (ગણોત) (જિલ્લાના તમામ સંબંધીત તલાટીશ્રીઓને પરિપત્રિત
કરવા સારૂ)
ઙ્ગ સર્વે પ્રાંત અધિકારીશ્રી
ઙ્ગ સર્વે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી
ઙ્ગ સર્વે મામલતદારશ્રી (કલેકટરશ્રી મારફત)
ઙ્ગ સર્વે કૃષિ પંચશ્રી (કલેકટરશ્રી મારફત)
ઙ્ગ માન. મુખ્ય મંત્રીશ્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર.
ઙ્ગ અંગત સચિવશ્રી, મંત્રીશ્રી, મહેસુલનું કાર્યાલય.
ઙ્ગ સર્વે મંત્રીશ્રીઓ/રા.ક. મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી
ઙ્ગ ખાસ સચિવશ્રી (વિવાદ), મહેસૂલ વિભાગ, પોલીટેકનીક કંપાઉન્ડ, આંબાવાડી,
અમદાવાદ
ઙ્ગ જમીન સુધારા કમિશનરશ્રી, મહેસૂલ વિભાગ
ઙ્ગ મહેસૂલી તપાસણી કમિશનરશ્રી, મહેસૂલ વિભાગ ઙ્ગ મેનેજિંગ ડીરેકટરશ્રી, ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેંક લિ., આશ્રમરોડ,
નવરંગપુરા, અમદાવાદ
ઙ્ગ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
ઙ્ગ સર્વે શાખાઓ, મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
ઙ્ગ સીલેકટ ફાઇલ.

No comments:

Post a Comment